જયપુરઃ કોગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાજસ્થાનમાં છેલ્લા 8 દિવસથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. પ્રિયંકા ગાંધીએ પણ રવિવારે સાંજે પહેલીવાર યાત્રામાં ભાગ લીધો હતો. આ યાત્રા 11 ડિસેમ્બરે બુંદી જિલ્લાના લાખેરી પહોંચી હતી. પ્રિયંકા ગાંધી સાથે તેમના પતિ રોબર્ટ વાડ્રા અને પુત્રી મિરાયા પણ હતા.






આ દરમિયાન રાહુલ ગાંધી સરકારી શાળાની છોકરીઓને પણ મળ્યા હતા. રવિવારની યાત્રામાં રાહુલ ગાંધીની સાથે મોડલ-અભિનેત્રી દિગાંગના સૂર્યવંશી અને સિદ્ધાર્થ તંબોલી પણ હતા. હવે સોમવારે રાહુલ ગાંધીની બુંદીમાં બાબાઈની મુલાકાતમાં મહિલા શક્તિનો ઉત્સાહ જોવા મળશે.


આ પછી તે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં પ્રવેશ કરશે. ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશથી રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના ચણવલીમાં પ્રવેશી હતી. આગલા દિવસે બુંદી જિલ્લાના બલદેવપુરાથી યાત્રા શરૂ થઈ હતી, જે બે તબક્કામાં 19 કિલોમીટરનું અંતર કાપીને લખેરી સ્ટેશને પહોંચી હતી.


કોણ છે દિગાંગના સૂર્યવંશી?


એક્ટ્રેસ સૂર્યવંશીએ સાત વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી. તેણે 2002 માં ટીવી શ્રેણી ‘ક્યા હાદસા ક્યા હકીકત’થી ડેબ્યૂ કર્યું. જ્યારે તેણી 14 વર્ષની હતી ત્યારે સૂર્યવંશીએ "આઈ એમ મિસ યુ" ગીત લખ્યું હતું અને કંપોઝ કર્યું અને ગાયું પણ હતું. સૂર્યવંશીને સ્ટાર પ્લસ શો ‘એક વીર કી અરદાસ... વીરા’ (2012-15)થી લોકપ્રિયતા મળી હતી. 2015માં 17 વર્ષની ઉંમરે તે રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લેનારી સૌથી નાની વયની સેલિબ્રિટી સ્પર્ધક હતી. તેણે ફ્રાયડે ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2019માં તેલુગુ ફિલ્મમાં હિપ્પીથી ડેબ્યૂ કર્યું હતું.