Bharatpur Wife Eloped With Lover: ફરી એકવાર પ્રેમ પ્રકરણનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના ફરાહના એક વ્યક્તિએ પોલીસ અધિક્ષક મૃદુલ કછાવાને ફરિયાદ લખી છે કે તેની 38 વર્ષીય પત્નીને 20 વર્ષીય મહેશ સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. મહેશ તેની સાથે કામ કરતો હતો, અને ગઇકાલે તે કામ પર ગયો ત્યારે તેની પત્ની બધા જ બાળકોને છોડીને તેની સાથે ભાગી ગઇ છે. જાણવા મળ્યું છે કે મહેશે તેની પત્નીને કરૌલીમાં રાખી છે. ફરિયાદની માંગ છે કે પોલીસ મહેશની ચુંગાલમાંથી તેની પત્નીને બહાર કાઢવામાં મદદ કરે.


ભાગી ગયેલી મહિલાને સાત બાળકો - 
પોતાની અડધી ઉંમરના પ્રેમી સાથે ભાગી ગયેલી મહિલાને 7 બાળકો છે. મોટી દીકરી 13 વર્ષની છે, જેના પર હવે પરિવારની જવાબદારી આવી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને ઘર છોડીને ગયે લગભગ 2 મહિનાનો સમય વીતી ગયો છે. ત્યારથી ફરાર મહિલાનો પતિ તેની શોધખોળ કરી રહ્યો હતો, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નથી. મહિલાના પતિએ જણાવ્યું કે જ્યારે તે મથુરા જિલ્લાના ફરાહમાં મજૂરી કામ કરતો હતો ત્યારે મહેશ પણ તેની સાથે કામ કરતો હતો. મહેશ તેના ઘરે આવતો હતો અને મારી પત્ની અને મહેશ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. એકવાર અગાઉ પણ મહેશ તેની પત્નીને ફસાવીને તેની સાથે ભગાડી ગયો હતો, ત્યારબાદ તે તેની પત્ની પાછી આવી ગઇ હતી. પીડિત પતિની માંગ છે કે પોલીસ તેની પત્નીને પાછી લાવી આપે, નહીં તો તેના બાળકોનો ઉછેર કેવી રીતે થશે.


બાળકોની દેખરેખ કરવી અઘરી  - 
ફરાહ છોડીને ગયેલી પત્નીના પીડિતા પતિ ભરતપુર જિલ્લાના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રારાહમાં રહે છે અને મજૂરી કામ કરીને તેના બાળકોની દેખભાળ કરી રહ્યાં છે. આરોપી મહેશ મારી પત્નીને અહીંથી લઈ ગયો છે. બાળકોની માતાને ગયે લગભગ બે મહિના થયા છે. ત્યારથી તમામ બાળકોની જવાબદારી 13 વર્ષની મોટી દીકરીના માથે આવી ગઈ છે.


માત્ર 13 વર્ષની દીકરીને ઘરના બધા જ કામકાજ કરવા પડે છે. પિતા કામે જાય ત્યારે મોટી દીકરી પાછળથી બધાં બાળકોને સંભાળે છે. સૌથી નાની દીકરી જે માત્ર 8 મહિનાની છે, તેની સંભાળ લેવામાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ પીડિતાની મોટી પુત્રી તેને પોતાની જવાબદારી સમજીને માતાની જેમ તમામ બાળકોની સંભાળ લઈ રહી છે.