ભિવંડીઃ મહારાષ્ટ્રના ભિવંડીના શાંતિનગર વિસ્તારમાં મોડી રાત્રે ચાર માળની એક ઇમારત ધરાશાયી થઇ હતી. જેમાં દબાયેલા ચાર લોકોને બચાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો હજુ પણ દબાયેલા હોવાની શક્યતા છે. ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. ઘાયલોને આઈજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત બે વ્યક્તિના મોત થયા છે. જે પૈકી એક મૃતકની ઓળખ શિરાજ અંસારી તરીકે થઈ છે. હાલ બચાવ કામગીરી ચાલુ છે.


ભિવંડી નગરપાલિકા મુજબ શુક્રવારે સાંજે 7.30થી 8 વચ્ચે બિલ્ડિંગ હલવા લાગી હતી. જે બાદ 9.30 કલાકે ભિવંડી મનપાના કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો. અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી બિલ્ડિંગ ખાલી કરાવી દીધી હતી પરંતુ 5 લોકો સામાન લેવા પરત આવ્યા હતા. આ દરમિયાન બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી.

આ પહેંલા મુંબઈના ડોંગરીમાં પણ બિલ્ડિંગ પડવાથી મોટી દુર્ઘટના થઈ હતી. જેમાં 14થી વધુ લોકોના મોત થયા હતા.