નવી દિલ્લી: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સેંટ્રલ જેલમાંથી ફરાર થયા પછી પોલીસ એકાઉંટરમાં માર્યા ગયેલા સિમીના આતંકીઓની પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ સામે આવી ગયો છે. સૂત્રોના મતે આ રિપોર્ટમા સૌથી વધુ આતંકીઓની છાતીમાં ગોળી લાગવાના નિશાન મળ્યા છે. મીડિયા રિપોર્ટના મતે એકાઉંટરમાં માર્યા ગયેલા તમામ આઠ આતંકીઓનું ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
જો કે આ રિપોર્ટની પ્રશાસન તરફથી પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌથી વધુ આતંકીઓની છાતીમાં ગોળી વાગી હતી. પોસ્ટમોર્ટમની રિપોર્ટના મતે સૌથી વધુ આતંકીઓના કમરની ઉપર ગોળી વાગી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાર આતંકીઓની શરીરમાંથી ગોળી આરપાર નીકળી ગઈ છે અને ચારના શરીરમાંથી ગોળીઓના છરા નીકળ્યા છે. આતંકીઓના શરીર પર ગોળી લાગવાના અને ત્યાંથી બહાર નીકળવાના ઘણા નિશાન મળ્યા છે. આતંકીઓના કપડાની તપાસ માટે ફોરેંસિક લેબમાં મોકલવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે તમામ આતંકીઓ ઉચ્ચ સુરક્ષાવાળી ભોપાલની કેંદ્રીય જેલમાંથી સોમવારે હાજર એક સિપાઈની હત્યા કરી ફરાર થયા હતા, અને થોડાક જ કલાકોમાં તમામ આઠ સિમી આતંકીઓને પોલીસે ભોપાલની પાસે મણિખેડા પઠારમાં ઠાર માર્યા હતા. આઠ સિમી આતંકીઓમાં સાતના મૃતદેહોને પોસ્ટમોર્ટમ કર્યા પછી તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે, જ્યારે એક આતંકીનો મૃતદેહ પોલીસે ભોપાલમાં જ અંતિમ સંસ્કાર કરી દીધો હતો.