નવી દિલ્લી: કેંદ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે જો પાકિસ્તાન પોતાની હરકતોથી સુધરશે નહીં તો તેની મોટી કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે. તેમને વધુમાં કહ્યું કે તે ભારતની ધીરજની પરીક્ષા ના લે, હવે અમે ઘણું સહન કરી ચૂક્યા છે, પાકિસ્તાન સતત સંઘર્ષ વિરામનો ભંગ કરીને જમ્મૂ-કાશ્મીરમાં ગોળીબાર કરીને તણાવ વધારી રહ્યો છે. કેંદ્રીય મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન આતંકીઓને પૈદા કરી રહ્યું છે અને આતંકવાદીઓની ફેકટરી ચલાવે છે અને તેમની જ આયાત-નિકાસ કરે છે.


તેમને કહ્યું કે એવું નથી લાગતું કે પાકિસ્તાનના વલણમાં ફેરફાર થાય. પરંતુ જો તે માનશે નહીં અને સુધરશે નહીં તો તેને મોટી કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાન આતંકવાદીઓને ટ્રેનિંગ આપે છે અને ત્યારબાદ બીજા દેશમાં ઘૂસણખોરી કરાવે છે. તેમને એવું પણ કહ્યું કે ભારત હાલ આ સંબંધમાં નમતું જોખી રહ્યું છે, જેથી પાકિસ્તાન સુધરી જાય. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યાં ભારત સરકારને આ બાબતે સક્રિય દ્દષ્ટિકોણ અપનાવવો પડશે.

જો પાકિસ્તાન આ પ્રકારે પોતાના આતંકવાદીઓ અને પોતાની સેના દ્વારા ગોળીબાર કરાવીને અમારા લોકોને મોતને ઘાટ ઉતારતો રહેશે તો તેનું પરિણામ પાકિસ્તાને ભોગવવા તૈયાર રહેવું પડશે. જેટલીએ કહ્યું કે અમે ઉડી અને પઠાનકોટ હુમલોને ગણકાર્યો નથી. સિંહે વધુમાં કહ્યું કે પાકિસ્તાન હાલ પોતાની આતંરિક ઝઘડાઓમાં ઘેરાયેલો છે. સરકાર અને સેનાની વચ્ચે સંબંધ સામાન્ય નથી. એવામાં પાકિસ્તાનને પોતાની નીતિઓ સુધારવી જોઈએ.