ભોપાલઃ દેશભરમાં ખળભળાટ મચાવનારા સેક્સ કાંડમાં નવા નવા ધડાકા થઈ રહ્યા છે ત્યારે હવે એવું બહાર આવ્યું છે કે, આ કાંડમાં 40 જેટલી કોલગર્લ્સ સામેલ હતી. આ કોલગર્લ્સમાં બોલીવુડની કેટલીક અભિનેત્રીઓ પણ હતી. બી ગ્રેડની અભિનેત્રીઓ જંગી રકમના બદલામાં ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ સાથે સેક્સ માણતી હતી.

પોલીસે માહિતી આપી છે કે, શ્વેતા સ્વપ્નિલ જૈન અધિકારીઓ તથા નેતાઓને ફસાવવા માટે ટોપની કોલ ગર્લ્સને બોલાવતી હતી. કોઈ પણ અધિકારી કે નેતા સાથે પ્રાથમિક વાતચીત પછી તેને સેક્સ માણવા માટે ફાઈવ સ્ટાર સ્યુટ કે ગેસ્ટ હાઉસમાં બોલાવાતો હતો.

નેતા કે અધિકારી સાથે ક્યાં સેક્સ માણવું એ કોલગર્લ નક્કી કરતી. તેની પસંદગીના આધારે ક્યા ગેસ્ટ હાઉસ કે ફાઈવ સ્ટાર હોટલમાં સ્પાય કેમેરા ગોઠવવા તે નક્કી થતું. મોટા ભાગની એક્ટ્રેસ ફાઈવ સ્ટાર હોટલમાં સેક્સ માણવાનું પસંદ કરતી હતી.