Twitter Blocked Pakistan Government: મોટી કાર્યવાહી કરતા ટ્વિટરે ભારતમાં પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. ટ્વિટર પર જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ કાયદાની માંગ પર બંધ કરવામાં આવ્યું છે.


ટ્વિટરની ગાઈડલાઈન મુજબ, કોર્ટના આદેશ અથવા સરકારની માંગ જેવી માન્ય કાનૂની માંગ પર એકાઉન્ટને બ્લોક કરવું પડશે.


એકાઉન્ટ અન્ય દેશોમાં ચાલી રહ્યું છે


રોઇટર્સના અહેવાલ મુજબ પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ અન્ય દેશો જેવા કે અમેરિકા, કેનેડા વગેરેમાં સક્રિય છે. હજુ સુધી આ મામલે ભારત કે પાકિસ્તાનના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.


પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ ખોલવા પર, ત્યાં લખવામાં આવ્યું છે, "ભારતમાં પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ ભારતમાં કાયદાની માંગના જવાબમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું છે."






ત્રીજી વખત કાર્યવાહી


ANIના અહેવાલ મુજબ, આ ત્રીજી વખત છે જ્યારે પાકિસ્તાનના ટ્વિટર એકાઉન્ટને ભારતમાં જોવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉ જુલાઈ 2022 માં, પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું, જોકે પછીથી તે ફરીથી દેખાવા લાગ્યું હતું.


ગયા વર્ષે જૂનમાં, ટ્વિટર ઈન્ડિયાએ ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર, તુર્કી, ઈરાન અને ઈજિપ્તમાં પાકિસ્તાની દૂતાવાસોના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા હતા. આ સાથે ભારતે ભારત વિરોધી નકલી માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાનથી ચાલતી ઘણી યુટ્યુબ ચેનલો અને ફેસબુક એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.