નવા વર્ષના પ્રથમ દિવસે કોરોના વેક્સીનને લઈને મોટા અને સારા સમાચાર મળી શકે તેવી શક્યતા છે. આજે સેંટ્રલ ડ્રગ્સ સ્ટાંડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની કોરોનાના વેક્સીનને લઈને બેઠક યોજાશે.

બેઠકમાં એ ત્રણ દવા કંપનીઓના ડેટાનો રિવ્યુ થશે જેમણે ઈમરજંસી ઉપયોગ ઓથોરાઈજેશનની મંજૂરી માગી છે. જેના પર કમિટી નિર્ણય લેશે. સીમર ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા, ભારત બાયોટેક ઈંટરનેશનલ લિમિટેડ અને ફાઈઝર કંપનીની વેક્સીનને લઈને ચર્ચા કરવામાં આવશે.

હવે કઈ રસી પહેલા આવશે તે સ્પષ્ટ નથી પરંતુ ભારત સરકારે તેને લઈને તમામ તૈયારી પૂરી કરી લીધી છે. કોલ્ડ સ્ટોરેજથી લઈને વેક્સીનેટની ટ્રેનિંગ અને જને રસી આપવાની છે તેનો ડોટા બધું તૈયાર છે. પ્રથમ તબક્કામાં આ રસી ત્રીસ કરોડ લોકોને આપવામાં આવશે, જેને માટે પ્રાયોરિટી લિસ્ટ એટલે કે પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે.

સૌથી પહેલા હેલ્થ કેર વર્કર, ત્યાર બાદ ફ્રન્ટલાઈન વર્કર અને બાદમાં પચાસ વર્ષતી વધારે ઉંમરના લોકો અને 50 વર્ષથી ઓછી ઉંમરના એવા લોકો જેમને ગંભીર બીમારી છે. જ્યારે તેને લઈને ચાર રાજ્યોમાં આપવામાં આવનારી ડ્રાઈટ રન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે 2 જાન્યુઆરીએ ફરીથી તમામ રાજ્યોમાં એક દિવસનું ડ્રાય રન કરવામાં આવશે.