કોરોના વેક્સીનને લઈ લોકોને આશા છે કે, નવા વર્ષે આ મહામારી સામે લડવા ભારતને વેક્સીન મળી જશે. આશા એટલા માટે પણ વધી જાય છે કે પહેલી જાન્યુઆરીએ વેક્સીન પર સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની બેઠક છે. ત્રણ કંપનીઓ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા, ભારત બાયોટેક ઈન્ટરનેશન લિમિટેડ અને ફાઈઝરની વેક્સીનને મંજૂરી મળી શકે છે.
30 ડિસેમ્બરે કોરોના વેક્સીન પર એક્સપર્ટ પેનલીની બેઠક મળી હતી. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર જેમાં ફાઈઝર, સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકની વેક્સીનના ઈમરજન્સી ઉપયોગને લઈને ચર્ચા થઈ હતી.
જો કે, કઈ વેક્સીન પહેલા આવશે તે હજુ નક્કી નથી પરંતુ ભારત સરકારે તેને લઈને તમામ તૈયારીઓ કરી લીધી છે. કોલ્ડ સ્ટોરેજથી લઈને વેક્સીનેટરની ટ્રેનિંગ અને જેને આપવાની તેના ડેટાની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં ત્રીસ કરોડ લોકોને વેક્સીન આપવા માટે પ્રાયરિટી લિસ્ટ નક્કી કરવામાં આવ્યું છે.