મનીષ સિસોદિયાએ કહ્યું, “મારા ધ્યાનમાં એ વાત આવી છે કે અનેક સ્કૂલો મનમાની રીતે ફી ઉઘરાવી રહી છે, સ્કૂલ બંધ હોય તેમ છતાં ટ્રાન્સપોર્ટેશન ફી વસૂલવામાં આવી રહી છે. પ્રાઈવેટ સ્કૂલોને આટલી નીચલી કક્ષાએ ઉતરવાની જરૂરત નથી.” તેમણે કહ્યું, “દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે કોઈપણ ખાનગી શાળા સરકારની મંજૂરી વગર ફીસ વધારી નહીં શકે. હાલમાં બાળકો દ્વારા ફી ન આપવાને કારણે તેમનું ઓનલાઈન ક્લાસમાંથી નામ હટાવવું યોગ્ય નથી.”
સિસોદિયાએ કહ્યું, “તમામ પ્રાઈવેટ સ્કૂલ પોતાના સ્ટાફને સમય પર પગાર આપે. જો કોઈ મુશ્કેલી હોયતો પેરેન્ટ્સ સંસ્થાની મદદથી પોતાના સ્ટાફને પગાર આપવો જોઈએ. તેમાં કોઈ બહાનું નહીં ચાલે. જે સ્કૂલ તેનું પાલન નહીં કરે તેના પર ડિઝાસ્ટર એક્ટ અને દિલ્હી સ્કૂલ એક્ટ અંતર્ગત કાર્યવાહી થશે.”
દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, “કોઈ સ્કૂલ ત્રણ મહિનાથી વધારે ફી લઈ નહીં શકે, માત્ર ટ્યૂશન ફી લેવામાં આવશે એ પણ દર મહિને લેવાની રહેશે. ટ્રાન્સપોર્ટેશન ફીર પર પ્રતિબંધ લાગશે. જે માતા પિતા પોતાના બાળકોની ફી આપવામાં અસમર્થ છે તે ચિંતા ન કરે. તેમના બાળકનું નામ ઓનલાઈન ક્લાસમાંથી હટાવવામાં નહીં આવે.”