શીલમ્માનો દીકરો અરૂણ કુમાર બીએસએફનો જવાન છે અને માયોસિટિસનો પેશન્ટ છે. તે જોધપુરની એમ્સ હોસ્પિટલમાં ભરતી છે. એમ્સના એક મલયાલી ડોક્ટરે અરૂણ કમારની સ્થિતિ વિશે પરિવારને જણાવ્યા બાદ પરિવારે જોધપુર જવાનો નિર્ણય કર્યો.
આ પરિવારે કેનદ્રીય મંત્રી વી મુરલીધન, સીએમ પી વિજયન અને કોંગ્રેસ નેતા ઓમન ચાંડીનો આભાર માન્યો. વિહિપના એક સંગઠન હિન્દુ હેલ્પલાઈને કેબ અને બે ડ્રાઈવરોની વ્યવસ્થા કરી અને આવવા જવાનો સંપૂર્ણ ખર્ચ ઉપાડ્યો. કોટટ્યમના ડીએમ પીકે સુધીરે બાબૂએ પણ આ પરિવારની ખૂબ મદદ કરી.
શીલમ્મા પોતાની પુત્રવધૂ અને એક અન્ય સંબંધીની સાથે 11 એપ્રિલે પ્રવાસ પર નીકળ્યા અને 14 એપ્રિલે મલયાલી નવા વર્ષાના દિવસે જોધપુર પહોંચી ગઈ. આ દરમિયાન આ લોકો કેરળથી તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત થતાં રાજસ્થાનના જોધપુર પહોંચ્યા.
કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન છે અને એવામાં અનેક જગ્યાએ ચેકિંગ પણ થયું, કેટલીક જગ્યાએ રોકવામાં આવ્યા પરંતુ દરેક જગ્યાએ તરત જ ક્લિયર્ન્સ મળી જતું હતું. તમને જણાવીએ કે, ભાતમાં અત્યાર સુધી 12 હજારથી વધારે કોરનાના કેસ સામે આવ્યા છે 420 લોકોએ અત્યાર સુધીમાં પોતોના જીવ ગુમાવ્યા છે.