નવી દિલ્હીઃ શું એલઇડી લાઇટ તમારી આંખોને નુકશાન પહોંચાડે છે? આ વાતને યોગ્ય ઠેરવવા માટે કોઇ માપદંડ નથી, પણ કેટલાક દેશોના સ્વાસ્થ્ય સંગઠનો કહે છે કે આના જોખમની વાતને નકારી શકાય નહીં.
ફ્રાન્સની સરકારી સ્વાસ્થ્ય નિગરાની સંસ્થાએ આ અઠવાડિયામાં કહ્યું કે, એલઇડી લાઇટના ‘વાદળી પ્રકાશ’થી આંખોના રેટિનાને નુકશાન થઇ શકે છે અને કુદરતી રીતે ઊંઘવાની પ્રક્રિયામાં જોખમ ઉભુ થઇ શકે છે.
ફ્રાન્સીસી એજન્સી ખાદ્ય, પર્યાવરણ અને વ્યાવસાયિક સ્વાસ્થ્ય તથા સુરક્ષા (એએનએસઇએસ)ને એક નિવેદનમાં ચેતાવણી આપી છે કે, નવા તથ્યો પહેલાથી ચિંતાઓની સ્પષ્ટતા કરે છે કે ‘‘એક તીવ્ર અને શક્તિશાળી (એલઇડી લાઇટ) પ્રકાશ ‘ફોટો-ટૉક્સિક’ હોય છે અને આ રેટિનાની કોશિકાઓને ક્યારેય ના પહોંચતી હાનિ પહોંચાડી શકે છે, અને દ્રષ્ટિની તીક્ષ્ણતા ઓછી કરી શકે છે.’’
ઉલ્લેખનીય છે કે, ભારતમાં એલઇડી લાઇટનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે.
સાવધાન, LED લાઇટથી બગડી શકે છે તમારી આંખો, રિસર્ચમાં થયો આ મોટો ખુલાસો
abpasmita.in
Updated at:
21 May 2019 11:47 AM (IST)
ફ્રાન્સની સરકારી સ્વાસ્થ્ય નિગરાની સંસ્થાએ આ અઠવાડિયામાં કહ્યું કે, એલઇડી લાઇટના ‘વાદળી પ્રકાશ’થી આંખોના રેટિનાને નુકશાન થઇ શકે છે અને કુદરતી રીતે ઊંઘવાની પ્રક્રિયામાં જોખમ ઉભુ થઇ શકે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -