નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસને લઈને મોટો ખુલાસો થયે છે. ટ્રમ્પ અને તેની પત્નીની સાથે તેની દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ ભારત આવશે. આ ઇવાન્કા ટ્રમ્પનો બીજો ભારત પ્રવાસ હશે. આ પહેલા ઇવાન્કા 2017માં હૈદ્રાબાદમાં થયેલ ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેવા આવી હતી.

જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ઇવાન્કાના આ પ્રવાસનો એજન્ડા શું છે. નોંધનીય છે કે, ઇવાન્કા ઘણી વખત પીએમ નરેન્દ્ર મોદી અને ભારતના વખાણ કરી ચૂકી છે.

જણાવીએ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત 24 અને 25 ફેબ્રુઆરીએ ભારનતા પ્રવાસ પર આવશે. 24 ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ અમેરિકામાં થયેલ ‘હાઉડી મોદી’ કાર્યક્રમ જેવો હશે. કહેવાય છે કે, અમદાવાદમાં રાષ્ટ્રપતિ  ટ્રમ્પમના સ્વાગત માટે 5-7 મિલિયન લોકો આવશે.