અભિનેતા સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે. હાલ સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. ત્યારે સુશાંત રાજપુત કેસમાં ઈડી તેની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. આ મામલે રોજ કેટલાંક નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. ત્યારે એવા અહેવાલો સામે આવ્યા છે કે, વ્હોટ્સએપ ચેટથી EDએ મોટો ખુલાસો કર્યો છે. રીયા ચક્રવર્તી ડ્રગ્સ ડિલરના સંપર્કમાં હતી. મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી ઈડીએ આ જાણકારી સીબીઆઈ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોને આપી છે.


ઈડીએ રીયાની આ મામલે પૂછપરછ કરી લીધી છે. રીયાએ સુપ્રીમ કોર્ટમાં આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તે સુશાંત સાથે લિવ ઈનમાં રહેતી હતી. આ મામલે સુશાંતના પિતાએ જે એફઆઈઆર દાખલ કરાવી છે તેમાં રીયા ચક્રવર્તી પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.

સુપ્રીમ કોર્ટે સીબીઆઈને તપાસ સોપી છે ત્યારે ઈડી પણ સુશાંતના પિતાની ફરિયાદના આધારે મની લોન્ડરિંગના કેસની તપાસ કરી રહી છે. આ ફરીયાદ 25મી જુલાઈએ બિહારના પટના પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવમાં આવી હતી જેને એક મહિનો પૂર્ણ થયો છે. જે પણ લોકો આ મામલે આરોપી છે તેમાં રીયા, તેના પિતા ઇંદ્રજિત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઇ શોવિક, સુશાંતનો મેનેજર સેમુઅલ મિરાંડા, સૃતિ મોદી અને અજાણ્યા શખ્સો સામે આરોપો લગાવવામાં આવ્યા છે.

સીબીઆઇએ સુશાંતસિંહ રાજપુત કેસમાં તેના ફ્લેટમાં જે મિત્રો સાથે રહેતા હતા તેની અને ઘર કામમાં જોડાયેલા તમામ લોકોની પૂછપરછ કરી હતી. આ પહેલા પણ આ લોકોની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. જ્યારે સીબીઆઈએ સ્થળની પણ મુલાકાત લીધી હતી ત્યાર ફરીથી તપાસ શરૂ કરી છે. જે લોકોની સીબીઆઇએ પૂછપરછ કરી તેમાં તેના ચાર્ટર્ડ એકાઉટન્ટ, તેના મિત્રો સિદ્ધાર્થ પિઠાની, નિરજ સિંઘ, દીપેશ સાવંતની પણ પૂછપરછ કરી હતી.