દિલ્હીમાં મોટા હુમલાનો ભય, 3-4 આતંકીઓ રાજધાનીમાં ઘૂસ્યા, સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી
abpasmita.in | 03 Oct 2019 11:23 AM (IST)
સુરક્ષા એજન્સીઓએ માહિતી આપી છે કે, હથિયારધારી આતંકીઓ દિલ્હીમાં ઘૂસી ચૂક્યા છે
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આતંકીઓ રાજધાની દિલ્હીને હલાવવાની તૈયારી કરી રહ્યાં છે. દિલ્હીમાં હાલ અનેક જગ્યાઓએ દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આ દરોડા આતંકી હુમલાનુ એલર્ટ મળ્યા બાદ પાડવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓને માહિતી મળી છે કે, દિલ્હીમાં ત્રણથી ચાર આતંકીઓ ઘૂસ્યા છે, અને મોટા કાવતરાને અંજામ આપી શકે છે. 9 ગુપ્ત ઠેકાણાઓ પર દરોડા મનાઇ રહ્યું છે કે દિલ્હી પોલીસનુ સ્પેશ્યલ સેલ હાલ દિલ્હીમાં 9 ગુપ્ત જગ્યાઓ પર દરોડા કરી રહી છે. આ દરોડામાં સ્પેશ્યલ સેલને કેટલીક માહિતી પણ મળી છે. દિલ્હીમાં ઘૂસેલા આતંકીઓ જૈશ-એ-મોહમ્મદના બતાવાઇ રહ્યાં છે. દરોડા કાલે સાંજે સીમલમપુર, ઉત્તર પૂર્વ, જામિયાનગર અને પહાડગંજ વિસ્તારમાં શરૂ કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ માહિતી આપી છે કે, હથિયારધારી આતંકીઓ દિલ્હીમાં ઘૂસી ચૂક્યા છે. કાશ્મીરમાં બેઠેલો જૈશનો કમાન્ડર અબૂ ઉસ્માને કાશ્મીરાં પોતાના સાથીઓને કહ્યું હતુ કે જમ્મુ અને દિલ્હીમાં મોટા હુમલા થશે, અમારા સાથીઓ ત્યાં પહોંચી ચૂક્યા છે.