પટનાઃ વધતી ગુનાહિત ઘટનાઓના કારણે બિહાર પોલીસ ટીકાકારો અને વિપક્ષના નિશાના પર છે. રાજ્યમાં સુશાદનનો દાવો કરતી નીતિશ કુમારની સરકાર હોવા છતાં અપરાધી એક બાદ એક ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. સમસ્તીપુર જિલ્લામાં મંગળવારે કેટલાક તત્વો દ્વારા ધોળે દહાડે ભોજપુરી ફિલ્મોના જાણીતા અભિનેતાની ગોળી મારીને હત્યા કરી હતી.
ઘટના બાદ આસપાસ હાજર લોકોએ આ વાતની પોલીસને જાણ કરવા સહિત લોહીથી લથપથ અભિનેતાને સારવાર માટે હોસ્પિટલમાં પણ પહોંચાડ્યો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ભોજપુરી એક્ટર મિથલેશ પાસવાન મંગળવારે તેની બુલેટ પર મુફ્ફલિસ પોલીસ સ્ટેશનના આધારપુર ગામ જઈ રહ્યો હતો. આ દરમિયાન જ્યારે તે આધારપુર પંચાયતના ખાદી ભંડાર ચોક પાસે પહોંચ્યો ત્યારે બાઇક સવાર બદમાશોએ ઓવરટેક કર્યું હતું.
થોડીવાર સુધી બાઇક સવાર બદમાશો અને મિથલેશ વચ્ચે વાતચીત થઈ હતી. જે બાદ એક બદમાશે મિથલેશ પર ફાયરિંગ કર્યું હતું. ગોળી અભિનેતાને માથામાં વાગી હતી. જેના કારણે તે નીચે પટકાયો અને બદમાશો નાસી છૂટ્યા હતા.
મિથલેશ પૂર્ણિયા જિલ્લાના નયા ટોલાનો રહેવાસી હતો. તે ભોજપુરી ફિલ્મોમાં અભિનયની સાથે જ સમસ્તીપુરમાં દવા કંપનીમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કાર્ય કરતો હતો. ઘટનાની જાણ થતાં ડીએસપી પ્રીતિશ કુમાર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટના અંગે જાણકારી મેળવી હતી. તેમણે આ અંગે જલદી ખુલાસાનો દાવો કરીને આરોપીઓને ઝડપથી પકડી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સાનિયા મિર્ઝા અને અઝહરુદ્દીને તેલંગાણાના CMની એક સાથે કેમ કરી મુલાકાત ? કારણ જાણીને રહી જશો દંગ
હાર્દિક પંડ્યાએ ખોલ્યું રહસ્ય, કહ્યું- આ કારણે કરાવવી પડી મુશ્કેલ સર્જરી
કારમાં સેક્સ કરતું હતું કપલ, અચાનક આવી ગયા ચોર ને પછી......
બિહારઃ સમસ્તીપુરમાં ભોજપુરી ફિલ્મ અભિનેતાની ધોળે દિવસે ગોળી મારી કરાઈ હત્યા, જાણો વિગત
abpasmita.in
Updated at:
10 Dec 2019 08:49 PM (IST)
ઘટના બાદ આસપાસ હાજર લોકોએ આ વાતની પોલીસને જાણ કરવા સહિત લોહીથી લથપથ અભિનેતાને સારવાર માટે હોસ્પિટલમાં પણ પહોંચાડ્યો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
(તસવીર પ્રતિકાત્મક છે)
- - - - - - - - - Advertisement - - - - - - - - -