હૈદરાબાદઃસાનિયા મિર્ઝાના ઘરમાં લગ્નની શરણાઈ વાગવાની છે. તેની બહેન અનમ મિર્ઝા ટૂંક સમયમાં જ ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર અસદુદ્દીન સાથે લગ્નના બંધનમાં બંધાવાની છે. સાનિયા મિર્ઝા અને મોહમ્મદ અઝહરુદ્દીન એક સાથે તેલંગાણાના મુખ્યમંત્રી કે સી રાવને લગ્નનું આમંત્રણ આપવા હૈદરાબાદના પ્રગતિ ભવનમાં આવ્યા હતા.


લગ્નના માહોલમાં અનમની મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં સાનિયા પણ ગોર્જિયસ લાગી રહી છે. અનમે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. તેણે ગોલ્ડ અને પોલ્કી ચોકર તથા મિનિમમ મેકઅપ સાથે લુકને કંપલીટ કર્યો છે.

અનમે આ પહેલા પણ પ્રી વેડિંગ સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી. તેમણે સેલિબ્રેશનમાં વ્હાઇટ ટોપ અને પિંક ફ્રિલ્ડ સ્કર્ટ પહેર્યું હતું.

અસદુદ્દીન સાથે અનમના આ બીજા લગ્ન છે. આ પહેલા તેના લગ્ન બિઝનેસમેન બોયફ્રેન્ડ અકબર રશીદ સાથે થયા હતા.

કારમાં સેક્સ કરતું હતું કપલ, અચાનક આવી ગયા ચોર ને પછી......

હાર્દિક પંડ્યાએ ખોલ્યું રહસ્ય, કહ્યું- આ કારણે કરાવવી પડી મુશ્કેલ સર્જરી

IND vs WI: આવતીકાલે ત્રીજી T 20, જાણો કોને મૂકવામાં આવી શકે છે પડતા અને કોનો થઈ શકે છે સમાવેશ