નવી દિલ્હી: દેશમાં વધી રહેલી દુર્ષ્કમની ઘટનાઓને લઈને વિપક્ષે લોકસભામાં મહિલા સુરક્ષાનો મુદ્દો જોર-શોરથી ઉઠાવ્યો હતો. લોકસભામાં નેતા વિપક્ષ અધીર રંજન ચૌધરીએ મહિલા સુરક્ષાના મુદ્દા પર મોદી સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે ભારત હવે મેક ઈન્ડિયાથી રેપ ઈન ઈન્ડિયા બની રહ્યું છે.


કૉંગ્રેસ સાંસદ અધિર રંજને કહ્યું, “ અનેક મુદ્દાઓ પર બોલનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા સુરક્ષા અને તેના વિરુદ્ધ થઈ રહેલા અપરાધ પર મૌન રહે છે. ભારત હવે મેક ઈન્ડિયાથી રેપ ઈન ઈન્ડિયા બની રહ્યું છે. ” તેમણે કહ્યું, મોદી તમામ મુદ્દાઓ પર બોલે છે પરંતુ આ દુર્ભાગ્ય છે કે મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસા પર ચુપ છે.


આ પહેલા પણ અધીર રંજન સંસદમાં કેન્દ્ર સરકારને મહિલા સુરક્ષાના મુદ્દાન પર ઘેરતા રહ્યાં છે. શુક્રવારે કહ્યું હતું કે, એકબાજુ દેશમાં રામ મંદિર બનાવવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી બાજુ સીતા માતાનું દહન કરવામાં આવી રહ્યું છે.

નાગરિકતા સુધારા બિલ સામે અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા આયોગે અમિત શાહ પર પ્રતિબંધની કરી માંગ

દેશભરમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ, આગચંપી-પથ્થરમારો, દુકાનો બંધ કરાવીને રસ્તાં પર ઉતર્યા લોકો, જુઓ તસવીરો