નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમારે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાને સમર્થન આપ્યું છે. નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લાંબા સમયથી આ માંગ કરી રહ્યા છે. નીતિશ કુમારે બુધવારે દિલ્હીના બદરપુરમાં પાર્ટીની રેલી દરમિયાન આ વાત કરી હતી.


મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારની જેમ દિલ્હીમાં દારૂબંધીની વાત કરી હતી. નીતિશ કુમારે કહ્યું કે, અમે કામ વધારે કરીએ છીએ અને પ્રચાર ઓછો કરીએ છીએ. તેમણે કહ્યું કે, આખા દેશમાં બિહાર જ એક એવું રાજ્ય છે જે પ્રચાર પર સૌથી ઓછો ખર્ચ કરી રહ્યું છે.


એક રિપોર્ટ અનુસાર, જેડીયું દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારી શકે છે. જો એમ થશે તો ભાજપને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે, હજુ સુધી તેને લઇને કોઇ સતાવાર જાણકારી મળી શકી નથી.