પટનાઃ કોરોના રસીકરણે લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. સીએમ નીતિશ કુમારે કહ્યું કે, સમગ્ર બિહારમાં ફ્રીમાં કોરોના રસી આપવામાં આવશે. ત્યાં સુધી કે કાનગી હોસ્પિટલમાં આ સુવિધા ફ્રીમાં જ આપવામાં આવશે.


બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, ‘સમગ્ર બિહાર રાજ્યમાં કોરોના રસી ફ્રીમાં આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.’


સમગ્ર બિહારમાં રસીકરણ બિલકુલ ફ્રી હશે- નીતિશ કુમાર

નીતિશ કુમારે કહ્યું કે, ગઈકાલે જ અમે બેઠક કરી હતી અને અનેક વિભાગો સાથે તેના માટે સમીક્ષા કરવામાં આવી છે. જે પણ આજથી થવાનું છે તેના વિશે સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી છે. એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે, IGIMSમાં જ રસી આપવામાં આવશે. અન્ય જગ્યા પર પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિધાનસભા અને વિધાનપરિષદમાં પણ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવશે. પરંતુ આજ હું પણ રસી લઈ રહ્યો છું. તેમણે કહ્યું કે, સમગ્ર બિહાર રાજ્યમાં કોરોના રસી ફ્રીમાં આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં પણ રાજ્ય સરકાર દ્વારા ફ્રીમાં રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.