ક્યા રાજ્યના છે નર્સ
પીએમ મોદીને વેક્સીનનો ડોઝ આપનારી નર્સ પુડ્ડચેરીની રહેવાસી છે અને તેનું નામ પી.નિવેદા છે. સિસ્ટર પી નિવેદા એઇમ્સમાં હેલ્થ વર્કર તરીકે કામ કરે છે. રસીનો ડોઝ લીધી બાદ પ્રોટોકોલ પ્રમાણે મોદી અડધી કલાક ત્યાં રોકાયા હતા. જયારે પાછળ ઉભેલી બીજી નર્સ કેરળની છે અને તેનુ નામ રોસ્મા અનીલ છે.
શું કહ્યું મોદીએ
સિસ્ટર પી નિવેદાએ દૂરદર્શનને જણાવ્યું, સર પીએમ મોદીએ ભારત બાયોટેકની કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. બીજો ડોઝ 28 દિવસ પછી આપવામાં આવશે. અમે ક્યાંના છીએ તેનું પૂછ્યું હતું. રસી લીધા બાદ તેમણે કહ્યું, રસી આપી પણ દીધી અને ખબર પણ ન પડી.
દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ ભારત બાયોટેકની Covaxinનો પ્રથમ ડોઝ સવારે 6.25 કલાકે લીધો હતો. પીએમએ આસામી ગમછો ખંભે નાંખ્યો હતો. આ ગમછો આસામની મહિલાઓ તરફથી આશીર્વાદનું પ્રતીક છે. પીએમ મોદી ઘણી વખત આ ગમછા સાથે દેખાયા છે. નોંધનીય છે કે, કેરળ, પુડુચેરી અને આસામમાં માર્ચ-એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. પીએમ મોદી કોઈપણ સુરક્ષા વગર એઈમ્સ પહોંચ્યા હતા.
મોદીએ ટ્વીટ કરીને લખ્યું, કોરોના વાયરસ સામેની વૈશ્વિક લડાઈને મજબૂતી આપવામાં જે ઝડપથી આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યુ છે તે ઉલ્લેખનીય છે. જે લોકો વેક્સીન લેવા યોગ્ય છે તે તમામને વેક્સીન લેવાની અપીલ કરું છું. સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ.
મોદીને કોરોનાની રસી આપનારી સિસ્ટર કોણ છે ? જાણો ક્યા રાજ્યનાં છે ?
આજથી અમદાવાદથી મેમુ શરૂ પણ ભાડું સાંભળીને આવી જશે ચક્કર, ડબલથી પણ વધારે ભાડું આપવું પડશે
પીએમ મોદીએ લીધી Corona Vaccine, જુઓ વીડિયો