70થી વધુ બાળકોના મોત થતાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન બિહાર દોડી આવ્યા છે. તેઓ એક્યૂટ ઈન્સેફલાઈટિસ સિંડ્રોમ (મગજનો તાવ)થી વધી રહેલા બાળકોના મોત અંગે જાણકારી લેશે અને વર્તમાન સ્થિતિની સમિક્ષા કરશે. ડૉ. હર્ષવર્ધન અને રાજ્યના આરોગ્યમંત્રી મંગલ પાંડે સહિત અધિકારીઓ સાથે બેઠક પણ કરશે.
ચમકી તાવનો કહેર, બિહારમાં અત્યાર સુધી 83 બાળકોએ જીવ ગુમાવ્યા, જુઓ વીડિયો
આ અગાઉ બિહારના આરોગ્યમંત્રી આ બિમારીથી મૃત્યુ પામનાર બાળકોને લઈને વાહિયાત નિવેદન પણ આપી ચુક્યા છે. તેઓએ બાળકોના મોત મામલે નિયતિ અને હવામાનને જવાબદાર ગણાવ્યા છે. બિહારમાં લોકો આ બિમારીને ‘ચમકી’ કહે છે.