નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સૈનિકો માટે બુલેટ પ્રૂફ વગરના વાહનોની જોગવાઈને લઈ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી માટે 8400 કરોડ રૂપિયાનું વિમાન ખરીદવામાં આવી રહ્યું છે.


રાહુલે કેટલાક સૈનિકા સાથે કથિત વાતચીતનો એક વીડિયો શેર કરીને ટ્વિટ કરતાં લખ્યું, આપણા જવાનોને નોન બુલેટ પ્રૂફ ટ્રકોમાં શહીદ થવા મોકલવામાં આવી રહ્યા છે અને પ્રધાનમંત્રી માટે 8400 કરોડનું હવાઈ જહા! શું આ ન્યાય છે ?



કોંગ્રેસ નેતા પહેલા પણ વીવીઆઈપી વિમાનોને લઈ પ્રધાનમંત્રી પર નિશાન સાધતાં દાવો કર્યો હતો કે 8400 કરોડ રૂપિયાની રકમમાંથી સીમા પર તૈનાત જવાનો માટે ઘણું બધુ ખરીદી શકાયું હોત. ગત મંગળવારે સરકારી સૂત્રોએ જાણકારી આપી હતી કે વીવીઆઈપી વિમાન ખરીદવાની પ્રક્રિયા UPA સરકાર અંતર્ગત શરૂ થઈ હતી.

ભારતીય ટીમમાંથી રમી ચૂકેલા આ ક્રિકેટરનું રહસ્યમય મોત. ઘરમાંથી મળી લાશ, દ્રવિડની આગેવાનીમાં રમેલો, જાણો વિગત

હાર્દિક પટેલ સહિત કયા નેતાઓને કોર્ટે મોકલ્યું તેડું ? જાણો શું છે મામલો