પટના: બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને મહાગઠબંધને 243 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મહાગઠબંધનની તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં તમામ પક્ષોના ઉમેદવારોના નામ સામેલ છે. વિધાનસભા ચૂંટણી 2020માં આરજેડી, કૉંગ્રેસ અને સીપીઆઈ એમએલએલ સાથે ચૂંટણી લડે છે.



ઉલ્લેખનીય છે કે તમામ 243 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરતા પહેલા આરજેડી અને કૉંગ્રેસે પ્રથમ અને બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી દિધી છે. મહાગઠબંધનમાં સામેલ પક્ષોએ પણ પોતાના હિસ્સામાં આવેલી બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

એવામાં ત્રીજા તબક્કાની ચૂંટણી અને બાકી રહેલી બેઠકો પર મહાગઠબંધને એક સાથે યાદી જાહેર કરી છે. યાદી જાહેર કરતા પહેલા મહાગઠબંધનના તમામ નેતાઓએ પત્રકાર પરિષદ કરી, બાદમાં યાદી જાહેર કરવામાં આવી હતી.

બિહારમાં વિધાનસભાની કુલ 243 સીટ છે. રાજ્યમાં 28 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 71 સીટ પર, 3 નવેમ્બરે બીજા તબક્કમાં 94 સીટ પર અને 7 નવેમ્બરે ત્રીજા તબક્કામાં 78 સીટ પર વોટિંગ થશે. 10 નવેમ્બરે મત ગણતરી થશે.