તેજસ્વી યાદવે કહ્યું કે, “ભાજપ પાસે ચેહરો નથી, નાણામંત્રી દ્રારા વિઝન ડૉક્યુમેન્ટ જાહેર કરવામાં આવી રહ્યાં છે એટલે તેમની પાસે કોઈ ચેહરો નથી. નાણામંત્રીને પૂછો કે બિહારને સવા લાખ કરોડનું પેકેજ ક્યારે અને કઈ રીતે મળશે. પૂછો કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો કેમ નથી મળ્યો.. ક્યારે મળશે ?”
નાણામંત્રી નિર્મલા સીતારણે બિહાર બીજેપી અધ્યક્ષ સંજય જયસ્વાલ સહિત અન્ય નેતાઓની હાજરીમાં વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યુ હતું. ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા ઘોષણા પત્રમાં 5 સૂત્ર, 1 લક્ષ્ય, 11 સંકલ્પનો વાયદો કરવામાં આવ્યો છે. પાર્ટીએ સરકાર બનવા પર સમગ્ર બિહારમાં ફ્રી કોરોના રસી આપવાની તથા 10 લાખ નોકરી આપવાનો વાયદો કર્યો છે.
28મી ઓક્ટોબરે બિહાર વિધાનસભાના પહેલા તબક્કાના મતદાનનો આરંભ થશે. જેમાં 71 બેઠકોનું ભાવિ નક્કી થશે.