શું છે મહારાષ્ટ્ર ફોર્મ્યૂલા
જો અતીતમાં સરકાર ગઠન પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં ઓછી બેઠકો આવવાના કારણે ભાજપે ત્યાં શિવસેનાને પોતાનો મોટો ભાઈ માનવો પડ્યો હતો અને પ્રથમ વખત 1995માં રાજ્યમાં શિવસેનાનો પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યો હતો. એ સમયે મનોહર જોશીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા જ્યારે ભાજપે ગોપીનાથ મુંડેને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા.
1990ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના 183 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું અને 52 બેઠકોમાં જીત મેળવી હતી, જ્યારે ભાજપ 105 બેઠકો લડી 42 બેઠકો પર જીત મેળવી હતી. આ ફોર્મ્યૂલા 1995નૂ ચૂંટણીમાં અપનાવવામાં આવ્યો હતો. પરંતુ આ સમયે શિવસેનાને 73 બેઠકો મળી હતી અને ભાજપને 65 બેઠકો મળી હતી.
બિહાર ચૂંટણીમાં એનડીએનમાં જેડીયૂ 115 બેઠક, ભાજપ 110 બેઠક,વીઆઈપી 11 અને હમ ચૂંટણી લડ્યું હતું. મહાગઠબંધનમાં આરજેડીએ 144 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. જ્યારે કૉંગ્રેસે 70 સીપીઆઈએમએલ 19, સીપીઆઈ 6 અને સીપીએમ 4 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું.