ઈમ્ફાલ: મણિપૂરમાં પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં સત્તારૂઢ પાર્ટી ભાજપે 4 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે એક સીટ પર અપક્ષ ઉમેદવારે જીત પ્રાપ્ત કરી છે. કૉંગ્રેસ આ પેટાચૂંટણીમાં એક પણ સીટ પર જીત મેળવી શકી નથી.


ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, લિલોંગ સીટ પર અપક્ષ ઉમેદવાર અંતસ ખાને જીત હાંસલ કરી હતી. જ્યારે સેતૂ, વાંગ્જિંગગ ટેન્થા સહિત અન્ય બે સીટ  પર ભાજપનો વિજય થયો હતો.