પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. તેની વચ્ચે બિહાર ચૂટણી માટે પોતાની છેલ્લી રેલીને સંબોધન કરતા મુખ્યમંત્રી નીતીશ કુમારે ધમદાહામાં એક મોટી જાહેરાત કરી હતી. નીતીશ કુમારે કહ્યું કે આ મારી અંતિમ ચૂંટણી છે.

ઉલ્લેખનીય છે કે, એનડીએ ગઠબંધન તરફથી નીતીશ કુમાર મુખ્યમંત્રીનો ચેહરો છે અને છેલ્લા 15 વર્ષથી રાજ્યની સત્તા સંભાળી રહ્યાં છે. નીતીશ કુમાર સતત ચોથી વખત ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બનવાના પ્રયાસો કરી રહ્યાં છે. એવામાં ચૂંટણી મંચ પરથી પોતાની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યાં છે. પોતાના લાંબા કાર્યકાળ બાદ પણ પોતાની સભાઓ કહી રહ્યાં છે કે તેઓને ફરી મોકો મળશે તો બાકી રહેલા કામ પૂરા કરી બિહારને વિકસિત રાજ્ય બનાવી દેશે.



બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે 7 નવેમ્બરે 78 સીટો પર મતદાન થશે. આ તબક્કાની ચૂંટણી આમ પણ રાજકીય દળો માટે મહત્વપૂર્ણ છે. પરંતુ મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા દળ અને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનમાં સામેલ જનતા દળ માટે પોતાની જૂની સીટો બચાવી રાખવા માટે પડકાર છે.