મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પોતાના વિવાદિત નિવેદન માટે જાણીતા છે. બિહાર ચૂંટણીમાં ફરીથી નાગરિકાત કાયદાથી લઈને લવ જેહાદ અને મસ્જિદોમાં હનુમાન ચાલીસાના પાઠના મુદ્દા ગરમાવા લાગ્યા છે. યૂપીના મુથારામાં પહેલા મંદિરમાં નમાજ પઢવામાં આવી. ત્યાર બાદ કેટલીક મસ્જિદોમાં હનુમાન ચાલીસાના પાઠ થયા. ગિરિરાજ સિંહે કહ્યું કે આ તો પ્રકૃતિનો નિયમ છે. ક્રિયા ની પ્રતિક્રિયા તો હોય જ છે. જો કોઈ મંદિર જઈને નમાજ કરશે તો પછી મસ્જિદોમાં હનુમાનના પાઠને કોણ રોકી શકે?
બિહારમાં ફરીથી એનડીએની સરકાર બનશે- ગિરિરાજ
ગિરિરાજ સિંહે કહ્યું કે, કોંગ્રેસે તો અત્યારથી હાર માની લીધી છે. રાહુલ ગાંધીએ ઈવીએણને મોદી વોટિંગ મશીન કહ્યું હતું. તેના જવાબમાં તેમણે કહ્યું કે, જ્યારે પણ વિપક્ષ હારવા લાગે છે ત્યારે આવા આરોપ લગાવે ચે. તેમણે કહ્યું કે, આ વખતે બિહારમાં ફરીથી એનડીએ સરકાર બનશે. મોદીનિા નામ પર લોકો અમને મત આપી રહ્યા છે. લોકો જંગલરાજ નથી ઇચ્છતા. તેજસ્વી યાદવ પર તેમણે પોતાના માતા પિતાને પણ ભૂલી જવાનો આરોપ લગાવ્યો. ગિરિરાજ સિંહે કહ્યું કે, તેજસ્વીએ તો લાલૂ યાદવ અને રાબડી દેવીના પોસ્ટર પણ હટાવી દીધા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે, તેજસ્વી યાદવ એવા લોકોની સાથે છે જેમણે ભારત માતાની જય કહેવામાં શરમ આવે છે.