થોડા દિવસ પહેલા જ કૉંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી અને હવે અંતિમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ જાણિતા અભિનેતા શત્રુઘ્ન સિન્હાના પૂત્ર લવ સિન્હા અને લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવના પુત્રી સુભાષિનીને ટિકિટ આપી છે. લવને બાંકીપુર અને સુભાષિનીને બિહારીગંજ પરથી ઉમેદવાર જાહેર કર્યા છે.
કૉંગ્રેસના ભાગમાં આવી 70 બેઠક
કૉંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિક તરફથી જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં કુલ 49 નામ સામેલ છે. આ રીતે પાર્ટીએ આરજેડી અને વામ દળો સાથે ગઠબંધન હેઠળ પોતાના ભાગમાં આવેલી કુલ 70 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધાં છે.
ઉલ્લેખનીય છે કે, બિહાર ચૂંટણીમાં આરજેડી અને વામ દળો સાથે ગઠબંધન હેઠળ કૉંગ્રેસ 70 સીટો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે આરજેડી 144 અને વામ દળ 29 સીટો પર ચૂંટણી લડી રહ્યું છે. બિહાર વિધાનસભાની 243 સીટો પર ત્રણ તબક્કામાં 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન યોજાશે અને મતગણતરી 10 નવેમ્બરે થશે.