નવી દિલ્લી: બિહારના પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસ નેતા ડીવાઈ પાટિલના પુત્ર અજિંક્ય પાટિલે મુંબઈમાં લગભગ 100 કરોડ રૂપિયાની પ્રૉપટી ખરીદી છે, જેના પછી તે મીડિયામાં ચર્ચાનો વિષય બનેલા છે. અજિંક્યએ વર્લીના સિલ્વરીન ટૈરસ બિલ્ડિંગમાં એક ટ્રિપલ ડુપ્લેક્સ એપાર્ટમેંટ ખરીદ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ એપાર્ટમેંટ મુંબઈ શહેરમાં હાલના દિવસોમાં સૌથી પૉપ્પુલર જગ્યા છે. સિલ્વરીન ટેરસ 23 માળનું છે, જ્યાંથી સમુદ્રનો નજારો દેખાય છે. આ વિસ્તાર શહેરની સૌથી મોંઘી પ્રૉપટીમાંથી એક છે.

અજિંક્યની આ ડીલને રીયલ્ટી સેક્ટરથી જોડાયેલા લોકો ગેમચેંજર ગણાવી રહ્યા છે કારણ કે આ સોદો એવા વખતે થયો છે જ્યાં મોંઘા ઘરોની ખરીદી-વેચાણનું બઝાર ઘણું સુસ્ત છે. એક અંગ્રેજી અખબાર પ્રમાણે, આ પ્રૉપટીને પાટિલના ફર્મ એઆઈપીએસ રિયલ સ્ટેટના નામે ખરીદવામાં આવ્યું છે. તેની સાથે સંબંધિત દસ્તાવેજો પર ફર્મના ડાયરેક્ટર્સમાંથી એક રાજેશ રાવરેનની સહી છે. આ અખબારે એક સૂત્રના હવાલેથી અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ પ્રૉપટીને લગભગ 95.4 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે અને સ્ટેંપ ડ્યુટી લગભગ 4.7 કરોડની છે. જ્યારે પાટિલની કંપનીના પ્રવક્તા દિલીપ કવાદે આ ડીલની પુષ્ટિ કરી છે.