નવી દિલ્લી: કન્નડ અભિનેત્રી અને કોંગ્રેસ નેતા રામ્યાએ પોતાના એક નિવેદનમાં પાકિસ્તાનની પ્રશંસા કરવી ભારે પડી છે. પાકિસ્તાનને લઈને આપેલા નિવેદન પર પૂર્વ સાંસદ રામ્યા વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રામ્યાએ પાકિસ્તાનના લોકોને ‘સારા અને મહેમાનનવાજ’ ગણાવ્યા હતા. રામ્યા વિરુદ્ધ પાકિસ્તાનની પ્રશંસા કરી દેશની જનતાનું અપમાન અને તેમને ભડકાઉ નિવેદનથી કર્ણાટકમાં અશાંતિ પેદા કરવાના આરોપમાં કલમ 200 પ્રમાણે કેસ નોંધવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, રામ્યા હાલમાં સાર્ક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પાકિસ્તાનમાં હતી. દેશ પાછા ફર્યા પછી તેમને રક્ષામંત્રી મનોહર પાર્રિકરના પાકિસ્તાનને નર્ક ગણાવવા વાળા નિવેદનને ખોટું ગણાવ્યું હતું. કન્નડ ફિલ્મોની આ અભિનેત્રીએ પાર્રિકરના ‘પાકિસ્તાન જવું નર્ક જેવો અનુભવ રહ્યો’ વાળા નિવેદન પર કહ્યું કે, પાકિસ્તાન નર્ક નથી, ત્યાંના લોકો બિલકુલ અમારા જેવા છે. તે અમારી સાથે સારી રીતે વર્તણૂંક કરી હતી. રામ્યાએ વધુમાં કહ્યું, પાકિસ્તાનની મહેમાનવાજી ઘણી સારી છે. ત્યારબાદ રામ્યાના આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં ઘણી નિંદા થઈ હતી.