પટનાઃ બીજા રાજ્યમાંથી પોતાના રાજ્યમાં પરત ફરી રહેલા લોકો પાસે ટ્રેન ભાડુ વસૂલવાના વિવાદ વચ્ચે બિહારથી મોટા સમાચાર સામે આવ્યા છે. બિહારની નીતિશ સરકારે જાહેરાત કરી છે કે તે તમામ યાત્રીઓની ટિકિટનું ભાડું ચૂકવવા ઉપરાંત 500 રૂપિયા આપશે.


અન્ય રાજ્યમાંથી આવતા લોકો પાસેથી ભાડુ વસૂલવાને લઈ ઉઠેલા વિવાદ વચ્ચે બિહારની સીએમ નીતિશ કુમારે સોમવારે વીડિયો જાહેર કરીને સંદેશ આપ્યો હતો. નીતિશ કુમારે કહ્યું, અમારી ભલામણ સ્વીકારવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માનીએ છીએ. અમે પહેલા જ કહ્યું હતું કે ટ્રેન દ્વારા આવવા પર જ બહાર ફસાયેલા લોકોની સમસ્યાનું સમાધાન થઈ શકે છે.


તેમણે સ્પષ્ટતા કરી કે, બહારથી આવી રહેલા વિદ્યાર્થીઓને રેલ ભાડું નહીં પરંતુ રાજ્ય સરકાર રેલેવના પૈસા આપી રહી છે. મજૂરોનો ઉલ્લેખ કરી નીતિશ કુમારે કહ્યું, જે લોકો બહારથી આવી રહ્યા છે અને જે સ્ટેશન પર આવશે ત્યાંથી તેમના મુખ્ય સ્થાન સુધી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સીએમ કહ્યું, મજૂર કે બહારથી આવેલા લોકો 21 દિવસ બાદ ક્વોરેન્ટીન સેન્ટરમાંથી નીકળશે તો ખર્ચ ઉપરાંત 500 રૂપિયા આપવામાં આવશે. આ માટે ન્યૂનતમ રકમ 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. નીતિશે કહ્યું, બિહાર સરકારે બહાર ફસાયેલા 19 લાખ લોકોને 1-1 હજાર રૂપિયા આપ્યા છે.