નવી દિલ્હીઃ હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે ત્યારે પાકિસ્તાન તેની હરકતો ઓછી કરતું નથી. ભારતે પણ હવે પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવાનું મન બનાવી લીધું છે. ગિલગિત-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના આદેશ પર ભારતે વિરોધ નોંધાવ્ય છે. ભારતે પાકિસ્તાનના વરિષ્ઠ રાજદૂને બોલાવીને આ મામલે આકરું નિવેદન (ડિમાર્શ) જાહેર કર્યુ છે.


વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું કે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો પૂરો વિસ્તાર, જેમાં ગિલગિત-બાલ્ટિસ્તાનનો હિસ્સો પણ આવે છે તે ભારતનો આંતરિક ભાગ છે. ભારતે એવી પણ સ્પષ્ટતા કરી કે આ મુદ્દે ભારતની સ્થિતિ વર્ષ 1994માં સંસદમાં પાસ થયેલા પ્રસ્તાવમાં નજરે પડી હતી. જેને સર્વસંમતિથી પાસ કરાયો હતો. પાકિસ્તાન કે આ પ્રકારની ન્યાયપાલિકા પાસે ગેરકાનૂની અને જબરદસ્તીથી કબજો કરવાનો કોઈ અધિકાર નથી.


ભારતે પાકિસ્તાને ચેતવણી આપી અને સ્પષ્ટ કહ્યું કે, આ પ્રકારને ગેરકાનૂની કબજો છોડી દેવો જોઈએ અને જમ્મુ-કાશ્મીરમાં કોઈ પ્રકારનો બદલાવ કરવાની કોશિશ ન કરવી જોઈએ.


શું છે મામલો

પાકિસ્તાની કોર્ટે ગત સપ્તાહે ગિલગિત-બાલ્ટિસ્તાન આદેશ 2018માં સંશોધન કરવાની મંજૂરી આપી હતી. ઉપરાંત સપ્ટેમ્બરમાં ચૂંટણી કરાવવાની સાથે એક કાર્યવાહક સરકાર સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી.