ગયાઃ બિહારના ગયામાં રાત્રે પ્રેમિકાને મળવા જવું પ્રેમીને મોંઘું પડ્યું હતું. બંને શરીર સુખ માણી રહ્યા હતા ત્યારે પ્રેમિકાના ઘરવાળા જાગી ગયા હતા અને યુવકને ફટકાર્યો હતો. જે બાદ પોલીસે આવીને પ્રમી યુગલના પોલીસ સ્ટેશનમાં આવેલા મંદિરમાં જ તેમના લગ્ન કરાવ્યા હતા.


પોલીસ બની જાનૈૈયા


આ ઘટના ચંદોતી પોલીસ સ્ટેશનની છે. જ્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસની પહેલ પર પ્રેમી યુગલના પોલીસ સ્ટેશન પરિસરમાં આવેલા મંદિરમાં લગ્ન કરાવ્યા હતા. આ લગ્નની ચારેકોર ચર્ચા થઈ રહી છે. આ લગ્નમાં પોલીસ સ્ટેશનમાં લગ્ન મંડપ હતો અને જાનૈયા પોલીસવાળા બન્યા હતા.


યુવક-યુવતી ચાર વર્ષથી હતા પ્રેમમાં


કુજાપ ગામની યુવતીને તેતરિયા ગામના આશુતોષ કુમાર સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે પ્રેમની શરૂઆત કોચિંગ કલાસમાંથી થઈ હતી. પરંતુ પ્રેમ કહાનીમાં તેમના પરિવારજનો વિલન બનતા હતા. બંને પ્રેમી યુગલ પ્રેમમાં પાગલ બની ગયા હતા. આ દરમિયાન બે દિવસ પહેલા પ્રેમી મધરાતે પ્રેમિકાના ઘરે આવ્યો હતો. જ્યાં બંને શરીર સુખ માણતા હતા ત્યારે છોકરીના પરિવારજનોએ રંગેહાથ પકડી લીધા અને યુવકને ચંદૌતી પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો હતો.




દિવસભરની સમજાવટ બાદ બંને પક્ષ થયા રાજી


જે બાદ પોલીસે બંન પેક્ષને સ્ટેશનમાં બોલાવ્યા હતા. બંનેના પરિવારજનોને ખૂબ સમજાવ્યા છતાં ક્યારેક પ્રેમિકાના પરિવારજન  તો ક્યારેક પ્રેમિના પરિવારજનો લગ્ન માટે સહમત થતા નહોતા. પોલીસ સ્ટેશનમાં દિવસભર ચાલેલા હાઇવોલ્ટેજ ડ્રામા અને અથાગ પ્રયાસ બાદ પરિવારજનો લગ્ન માટે સહમત થયા હતા. જે બાદ પંડિતને બોલાવીને બંને પ્રેમી પંખીડાના લગ્ન કરાવાયા હતા.  


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે. દેશમાં કોરોનાના કુલ કેસ  ત્રણ કરોડ 3 લાખ 16 હજાર 897 પર પહોંચ્યા છે. જ્યારે કુલ ડિસ્ચાર્જનો આંકડો  બે કરોડ 93 લાખ 66 હજાર 601 છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસ  5 લાખ 52 હજાર 659 છે. દેશમાં કોરોનાથી કુલ મોતનો આંકડો 3 લાખ 97 હજાર 637 છે.  દેશમાં સતત 47મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.