નવી દિલ્હી: કાલે બિહારમાં નીતીશ કુમારની કેબિનેટનું વિસ્તરણ થશે. કાલે શપથ લેનાર મંત્રીઓના નામ સામે આવશે અને આ યાદીમાં ભાજપના કોઈ નેતા સામેલ નથી. નીતીશ કુમારના મંત્રીમંડળમાં ફરિ એક વખત જેડીયૂના નેતા શ્યામ રજક સામેલ થશે. જેડીયૂના પ્રવક્તા નીરજ સિંહ પણ મંત્રી બનશે. કૉંગ્રેસમાંથી જેડીયૂમાં આવેલા અશોક ચૌધરી પણ મંત્રી બનશે. સાથે જ નીતીશ કુમાર પોતાના ખાસ સંજય ઝાને પણ મંત્રીમંડળમાં સામેલ કરશે. બિહાર સરકારના મંત્રીમંડળમાં 11 મંત્રી પદ ખાલી છે. કાલે 11 વાગ્યે નીતીશ કેબિનેટનું વિસ્તરણ થશે. આ લોકસભા ચૂંટણીમાં નીતીશ કુમારના બે મંત્રી લલન સિંહ અને દિનેશ ચંદ્ર યાદવ લોકસભા ચૂંટણીમાં જીત મેળવી સંસદ પહોંચ્યા છે. બિહાર લોકસભા ચૂંટણીમાં આ વખતે એનડીએએ શાનદાર પ્રદર્શન કર્યું છે. બિહારની કુલ 40 બેઠકોમાંથી ભાજપે 17, જેડીયૂએ 16 અને એલજેપીએ 6 બેઠકો પર જીત મેળવી છે. એક બેઠક પર કૉંગ્રેસે જીત મેળવી છે.