પટનાઃ બિહારની નીતિશ કુમાર સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ફેંસલો લીધો છે. રાજ્ય સરકારે પ્રાઈમરી સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે સ્થાનિક લોકો જ અરજી કરી શકે તેવો ફેંસલો કર્યો છે.


નવા નિયમ મુજબ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકના પદ પર હવે માત્ર રાજ્યના લોકોની જ નિમણૂક થશે. બીજા રાજ્યમાં રહેતા શિક્ષકો અરજી નહીં કરી શકે. આ પહેલા 18ઓગસ્ટે નીતિશ સરકારે શિક્ષકોને લઈ મોટો નિર્ણય કર્યો હતો. નીતિશ કુમારની અધ્યક્ષતામાં થયેલી મંત્રીમંડળની બેઠકમાં શિક્ષકોના મૂળ વેતનમાં 15 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી હતી.



તાજેતરમાં મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે રાજ્યની તમામ સરકારી નોકરીમાં સ્થાનીક લોકોને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી હતી.

ફિલ્મો અને સીરિયલના શૂટિંગને સરકારે આપી મંજૂરી, આ બાબતો રાખવી પડશે ધ્યાનમાં

પ્રધાનમંત્રી નિવાસમાં મોરને દાણા ખવડાવતાં જોવા મળ્યા પીએમ મોદી, કવિતા પણ લખી

Education Loan Information:

Calculate Education Loan EMI