બિહારઃ ભાગલપુર જિલ્લાના તાતારપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતાં જબ્બારચક વિસ્તારમાં પોલીસે મકાનમાં ચાલતાં દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગોરખધંધો ચલાવવાના આરોપમાં મકાન માલિક સાહિલ, તેની પત્ની કહકશાં અને ગ્રાહકોની ધરપકડ કરી હતી. સ્થાનિક લોકોની ફરિયાદ બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી.
પોલીસના કહેવા મુજબ લોકડાઉનથી જ ઘરમાં કૂટણખાનું ચાલતું હતું. સૂચનાના આધારે પોલીસે આસપાસના ઘરને સતર્ક કર્યા હતા અને બાદમાં દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહીથી ભાગદોડ મચી ગઈ હતી. આપત્તિજનક હાલતમાં યુવક-યુવતીઓ આમ તેમ ભાગવા લાગ્યા હતા. મકાન માલિક અને તેની પત્ની ભાગવાની ફિરાકમાં હતા. પરંતુ પોલીસે મુખ્ય દરવાજો બંધ કરીને તમામને ઝડપી લીધા હતા.
પોલીસના કહેવા મુજબ ગેંગનો મુખ્ય સૂત્રધાર હજુ પકડાયો નથી.પોલીસે આરોપીનો મોબાઇલ કબ્જે કરી તેમાં કોના કોના નંબર છે અને કેવી રીતે રેકેટ ચલાવાતું હતું તેની વિગતો મેળવી રહી છે. સ્થાનિકોના કહેવા મુજબ ભાગલપુરમાં હાલ સેક્સ રેકેટનો ધંધો ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. ફોન કોલ કે વોટ્સઅપ દ્વારા સંપર્ક કરીને સરળતાથી ગોરખધંધા કરવામાં આવી રહ્યા છે.
સુરતઃ યુવતી દુકાનની કેબિનમાં યુવક સાથે માણી રહી હતી શરીરસુખ ને પછી......
સુરત શહેરમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા વધુ એક કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે રેડ કરીને 3 પ્રોસ્ટિટ્યુટ સહિત સંચાલકને ઝડપી પાડ્યા છે. છેલ્લા એક વર્ષથી આ પ્રોસ્ટિટ્યુટ રેકેટ ધમધમી રહ્યું હતું. પોલીસની રેડ પડતાં થોડીવાર માટે અફરા-તફરી મચી ગઈ હતી. આ અંગેની વિગતો એવી છે કે, શહેરના સરથાણા સાવલીયા સર્કલ પાસે આવેલા મેરીટોન પ્લાઝાની એક દુકાનમાં સ્પાની આડમાં પ્રોસ્ટિટ્યુટ રેકેટ ચાલતું હોવાની સરથાણા પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીને આધારે પાંચમા માળે આવેલી દુકાન નંબર 501માં ચાલતા સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યો હતો. ડમી ગ્રાહકનો ઇસારો મળતાં જ પોલીસે રેડ કરી હતી. આ પોલીસ રેડમાં એક યુવતી સ્પાની કેબિનમાં ગ્રાહક સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી. જ્યારે બે યુવતીઓ સાફા પર બેસેલી મળી આવી હતી. તેમજ પ્રોસ્ટિટ્યુટ રેકેટ ચલાવતા સંચાલકને પણ પોલીસે પકડી લીધો હતો.
પોલીસે સ્પામાં તપાસ કરતાં સંચાલક ગ્રાહક પાસેથી 1500 રૂપિયા લઈને યુવતી સાથે સ્પાની કેબિનમાં મજા કરાવતો હતો. પોલીસે સંચાલક પાસેથી 1000 રૂપિયા રોકડા અને બે કોન્ડમ કબ્જે કર્યા હતા. સંચાલકની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, તેણે છેલ્લા એક વર્ષથી દુકાન ભાડે રાખી હતી અને તે મસાજ પાર્લરના બહાને ગ્રાહકો બોલાવી કે યુવતીઓ સાથે શારીરિક સંબંધની ઓફર આપતો હતો અને ગ્રાહકો પાસેથી મસાજના રૂ.500 અને શરીરસુખ માણવાના રૂ.1000 લેતો હતો. તેમાંથી 500 રૂપિયા યુવતીને આપતો હતો. આ સમગ્ર મામલે પોલીસે આ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.