Maharashtra Lockdown: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી ગઈ છે અને દૈનિક કેસ પણ ઘટી ગયા છે.  પરંતુ મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં કોરોનાના દૈનિક મામલા વધી રહ્યા છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કોરોનાના મામલા સતત વધી રહ્યા છે. જેને જોતા તંત્રેએ શનિવારથી જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો ફેંસલો કર્યો છે. અહીંયા આઠ દિવસ સુધી સંપૂર્ણ તાળાબંધી કરવામાં આવી છે.


સત્તાવાર આદેશ મુજબ જિલ્લામાં ચાર સ્તરીય પ્રતિબંધ લગાવાયા છે. જેમાં જરૂરી ચીજવસ્તુઓને છૂટ આપવામાં આવી છે. પરંતુ આગામી આઠ દિવસ સુધી બધી બાબતો પર પ્રતિબંધ રહેશે. સત્તાવાર આદેશ મુજબ જિલ્લામાં સોમવારથી શુક્રવાર સુધી પ્રતિબંધો રહેશ, જ્યારે શનિવાર અને રવિવાર સંપૂર્ણ લોકડાઉન રહેશે.






સતારા ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ સંપૂર્ણ લોકડાઉન લગાવાયું છે. સાંગલી, કોલ્હાપુર, સોલાપુર અને અહમદનગરમાં કોરોનાના કેસ વધતાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઈ, પુણે, થાણે, કલ્યાણ, ડોંબિવલી, પીમ્પરી ચિંચવાડ, નાસિક, વસઈ-વિરાર અને બીજી નગરપાલિકામાં પણ કોરોનાના કેસ વધશે તો સંપૂર્ણ લોકડાઉન લગાવાશે.


મહારાષ્ટ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત રાજ્ય છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ મહારાષ્ટ્રમાં 1,20,802 એક્ટિવ કેસ છે. જ્યારે 58,45,315 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના 1,22,724 લોકોને ભરખી ગયો છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં સતત સાતમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43.071 નવા કેસ આવ્યા હતા અને 52,299 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 955 સંક્રમિતોના મોત થયા હતા.  દેશમાં સતત 52મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.2 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 12 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 67 લાખ  87 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ 82 લાખ 54 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 18 લાખ 38 હજારથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.