બિહારના સીતામઢીના બનથાહા વિધાનસભાથી ભાજપ સાંસદ અનિલકુમાર રામ ચર્ચામાં છે. તેમણે બિહાર પબ્લિક સર્વિસ કમીશન(BPSC)ની આસિસ્ટંટ એન્જિનિયરની પરીક્ષા પાસ કરી લીધી છે. પરીક્ષા પાસ કર્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું, પૈસા કમાવવા મારો લક્ષ્ય નથી. હું જનતાની સેવા કરવા ઈચ્છુ છું. હવે સમાજ સેવા જ મારું મુખ્ય લક્ષ્ય છે.
નોકરી માટે ઈન્ટરવ્યુ તો આપીશ પણ…
અનિલ કુમાર રામ 2018માં ભાજપમાં જોડાયા હતા ને જિલ્લા ઉપાધ્યક્ષ બનાવાયા હતા. આપહેલા 2017માં બીપીએમસીમાં ભરતીની જાહેરાત આવી ત્યારે અરજી કરી અને મેંસ એક્ઝામ 2019માં થઈ હતી. આ એકઝામ બાદ 2020માં ભાજપમાંથી ચૂંટણી જીત્યા હતા. હવે જ્યારે 2021માં બીપીએમસી મેંસનું રિઝલ્ટ આવ્યું તેમાં પાસ થયા છે. તેમણે કહ્યું, નોકરી માટે ઈન્ટરવ્યુ તો આપીશ પણ નોકરી નહીં કરું.
ક્યાં કરતા હતા કામ
અનિલ રામ ધારાસભ્ય બનતાં પહેલા ઝારખંડમાં જૂનિયર એન્જિનિયર હતા. બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં ભાજપમાંથી ટિકિટ મળતા પહેલા તેઓ કન્સ્ટ્રશન વિભાગના કર્મચારી તરીકે સીતામઢી, શિવહર અને મધુબનીના બેનીપટ્ટીમાં કામ કરતાં હતા.
પિતા છે રિટાયર્ડ હેડ માસ્ટર
અનિલ રામ એલએમ હાઇ સ્કૂલ પુપરીથી 2003માં મેટ્રિક પાસ કર્યુ હતું અને જિલ્લામાં ટોપર રહ્યા હતા. જે બાદ તેમણે એએન કોલેજ પટનામાંથી 12મું પાસ કર્યુ. તેમણે બિરલા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રાંચીમાંથી સિવિલ ગ્રેજ્યુએશન કર્યુ છે. તેમના પિતા રિટાયર્ડ હેડ માસ્ટર છે અને વિશ્વ હિન્દુ પરિષધના જિલ્લાધ્યક્ષ રહ્યા છે.