સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થ ઈરહી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા વર્ષ 2021’ યોજના અંતર્ગત ભારત સરકાર કોરોના મહામારીને કારણે પ્રભાવિત થયેલ યુવાઓને 3800 રૂપિયા સુધીનું બેરોજગારી ભથ્થુ આપી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ અને તસવીરની સાથે વાયરલ થઈ રહેલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરાકર બેરોજગારોને દર મહિને 3800 રૂપિયા સુધીનું બેરોજગારી ભથ્થુ આપી રહી છે. કહેવાય છે કે, નવા વર્ષની સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. યોજના માટે 18 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના યુવા ભારતીય નાગરીકને મળવા પાત્ર હશે. આ ઉંમરના બેરોજગારોને 3800 રૂપિયા સુધીનું બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે. વાયરલ પોસ્ટમાં ભથ્થું મેળવવા માટે રજિસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવ્યું છે, જેના માટે એક લિંક પણ આપવામાં આવી છે.

દાવો કરવામાં આવ્યો છે કે 18થી 25 વર્ષની ઉંમરના વર્ગના યુવાઓને 1500 રૂપિયા, 26થી 30 વર્ષના યુવાઓ માટે 2000 રૂપિયા, 30થી 35 વર્ષના યુવાઓ માટે 3000 રૂપિયા, 36થી 45 વર્ષના યુવા વર્ગ માટે 3500 રૂપિયા તો 46તી 50 વર્ષના યુવા વર્ગના લોકો માટે 3800 રૂપિયા દર મહિને બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે.


જોકે આ દાવાને કેન્દ્ર સરકારના પીઆઈબી ફેક્ટે ચેકે ફગાવી દીધો છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને કહ્યું કે, મેસેજમાં જે દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર બેરોજગારીનો દર મહિને 3800 રૂપિયા સુધીનું ભથ્થુ આપે છે. આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકારે આવી કોઈ જ યોજનાની જાહેરાત કરી નથી.