પટના: બિહાર ચૂંટણી પહેલા આરજેડીને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદો વચ્ચે ગુરુવારે પાર્ટીના વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદ સિંહે રાજીનામુ આપી દીધું છે. રઘુવંશ પ્રસાદ સિંહ પાર્ટીમાં રામા સિંહની એન્ટ્રી અને તેજસ્વી યાદવના વલણને લઈને નારાજ ચાલી રહ્યાં હતાં.
પટના એમ્સમાં દાખલ રાઘુવંશ પ્રસાદે રાજીનામા મામલે ખુદ પોતાના હાથે લાલુ યાદવને પત્ર લખીને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આરજેડીને અગડી જાતિમાં સૌથી વધુ સમર્થન રાજપૂત સમાજનું છે અને રઘુવંશ પ્રસાદ સિંહ મોટા રાજપૂત નેતા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની ઝપેટમાં આવી ચૂકેલા આરજેડી નેતા રઘુવંશ પ્રસાદ સિંહ દિલ્હી એમ્સમાં દાખલ છે અને ત્યાંથી તેમણે પાર્ટી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને પત્ર લખીને રાજીનામાની જાણ કરી છે. તેમણે પત્રમાં લખ્યું કે, જનનાયક કર્પૂરી ઠાકુરના નિધન બાદ હું 32 વર્ષો સુધી તમારી પીઠ પાછળ ઉભો રહ્યો પરંતુ હવે નહીં, પાર્ટીના નેતા, કાર્યકર્તા અને લોકોએ ઘણો આદર આપ્યો, મને માફ કરજો.
બિહારમાં ચૂંટણી પહેલા RJDને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનાામુ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2020 01:37 PM (IST)
બિહાર ચૂંટણી પહેલા આરજેડીને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદો વચ્ચે ગુરુવારે પાર્ટીના વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદ સિંહે રાજીનામુ આપી દીધું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -