ગ્રામજનોના પણ થશે ટેસ્ટ
શિક્ષક અનો વિદ્યાર્થીઓની સાથે સાથે ગ્રામજનોના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોના તપાસ પ્રક્રિયા ટીડીઓ ઉદય કુમારના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી છે, જેમાં એક પછી એક બધાના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
આ મામલે ટીડીઓ ઉદય કુમારે કહ્યું કે, પ્રિન્સિપાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એ દિવસે જેટલા શિક્ષકો, વિદ્યાર્થીઓઓ અને ગ્રામજનો સ્કૂલ આવ્યા હતા અથવા તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોના રેપિડ એન્ટિજન કિટથી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ આરટીપીસીઆર તપાસ પણ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, હાલમાં સ્કૂલ પરિસરને પૂરી રીતે સેનિટાઈઝન કરવામાં આવ્યું છે. આગામી આદેશ બાદ જ હવે સ્કૂલ ખોલવામાં આવશે. નોંધનીય છે કે, સરકારના આદેશ બાદ 9 મહિના બાદ અહીં તમામ સરકારી અને ખાનગી સ્કૂલમાં ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી હતી. પરંતુ કોરોના કાળમાં સ્કૂલ ખોલવી ખતરનાક સાબિત થઈ રહી છે.