શક્તિસિંહ ગોહિલે લખેલા ખુલ્લા પત્રમાં આરજેડીને રાજ્યસભાની એક સીટ કૉંગ્રેસને આપવાનો વાયદો યાદ અપાવ્યો છે. તેમણે પત્રમાં લખ્યું, સારા માણસો માટે કહેવામાં આવે છે કે પ્રાણ જાય પર વચન ન જાયે. આશા છે કે આરજેડી નેતા પોતાનો વાયદો નિભાવશે.
શક્તિસિંહ ગોહિલે પત્રમાં લખ્યું કે, લોકસભા ચૂંટણી સમયે મહાગઠબંધનના નેતાઓની સંયુક્ત પત્રકાર પરિષદ સમયે RJDએ રાજ્યસભાની એક સીટ કોંગ્રેસને આપવા કહ્યું હતું. તેથી તેઓ પોતાનો વાયદો નિભાવશે. આ સાથે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે, બિહારમાં સ્થાનિક કોંગ્રેસ નેતા જ ઉમેદવાર હશે.
ભાજપના બે અને જેડીયૂના ત્રણ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થવા જઇ રહ્યો છે, જેને લઇને 26 માર્ચે ચૂંટણી થઇ રહી છે.