નવાદા/જહાનાબાદઃ 'અગ્નિવીર યોજના'ને લઇને બિહારમાં વિદ્યાર્થીઓનુ પ્રદર્શન ગુરુવારે સવારે પણ યથાવત રહ્યું, સવારે બિહારના નવાદા અને જહાનાબાદમાંથી આવી તસવીરો ફરી એકવાર સામે આવી. આ યોજનાનો વિરોધ દર્શાવતા અલગ અલગ જગ્યાઓ પર વિદ્યાર્થીઓ હંગામો કરી રહ્યાં છે. આક્રોશમાં કેટલીય જગ્યાઓએ ટ્રેનોને પણ નિશાન બનાવવામાં આવી છે, નવાદામાં ટ્રાફિકને પુરેપુરી રીતે ઠપ કરી દેવામાં આવ્યો છે. રસ્તાંઓ પર આગચંપી પણ કરવામાં આવી, ટાયર પણ સળગાવવામાં આવ્યા.
નવાદાના વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી, અને આ યોજનાને પાછી ખેંચવા માટે કહ્યું. વિદ્યાર્થીઓના પ્રદર્શનના કારણે ટ્રાફિક ઠપ થઇ ગયો છે. સ્પેશ્યલ પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યુ છે. નવાદાના પ્રજાતંત્ર ચોક પર પણ આક્રોશિત વિદ્યાર્થીઓનો હંગામો જોવા મળ્યો. ગુસ્સામાં ભરાયેલા વિદ્યાર્થીઓનુ કહેવુ હતુ કરે ફિજીકલ અને મેડિકલ થયા બાદ પણ એક્ઝામ રદ્દ કરી દેવામા આવી છે. આ એક્ઝામને લેવામાં આવે અને જે નવી સ્કીમ છે તેને સરકાર રદ્દ કરે.
જહાનાબાદમાં પણ પ્રદર્શન -
નવાદાની સાથે સાથે બિહારના જાહાનાબાદમાં પણ કેટલીક એવી તસવીરો જોવા મળી, સેના ભરતીની નવી સ્કીમનો વિરોધમાં જહાનાબાદમાં પણ વિદ્યાર્થીઓએ ટ્રેનો રોકી, રસ્તાંઓ પર ટાયર સળગાવવાની પ્રદર્શન કરવામાં આવ્યુ. ટાયર સગળાવીને એનએચ-83 અને એનએચ-110ને જામ કરી દીધો હતો.
જહાનાબાદમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ બિહાર સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે 16 વર્ષની સેવા આપવામાં આવે. આટલી મહેનતથી તૈયારી કરી રહ્યાં છીએ, અને સરકાર કોઇ નીતિ અંતર્ગત ચાર વર્ષની નોકરી આપી રહી છે ? બાકી બચેલા સમયમાં અમે શું કરીશું ? પરિજનની દેખરેખ કોઇ રીતે કરીશું ?
(ઇનપુટઃ નવાદાથી અમન રાજ અને જહાનાબાદથી રંજીત રાજન)
આ પણ વાંચો.....
Kalasarpa Dosha Nivarana:કાળસર્પ યોગના કારણે થાય છે આ નુકસાન, નિવારણ માટે કરો આ વિધાન
India Corona Cases Today: ભારતમાં કોરોનાની રોકેટ ગતિ, 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી
PhonePe IPO: પેમેન્ટ કંપની PhonePe IPO લાવવાની તૈયારીમાં, Flipkart પાસે કંપનીમાં 87% હિસ્સો છે
Weight Loss With Curry Leaves:ઝડપથી વજન ઘટાડવા માટે અસરદાર છે લીમડાના પાન, આ રીતે કરો સેવન