નવી દિલ્હી: નીતીશ કુમાર બાદ જેડીયૂમાં નંબર બે ગણતા પ્રશાંત કિશોર હવે તેમની વિરૂદ્ધમાં થઈ ગયા છે. જેડીયૂમાંથી હટાવવામાં આવ્યા બાદ પ્રશાંત કિશોરે 18 ફેબ્રુઆરીએ પત્રકાર પરિષદ કરી નીતીશ કુમારના વિકાસના દાવાઓ પર નિશાન સાધ્યું હતું અને ઘણા સવાલો પુછ્યા હતા. જેમાં તેમણે શિક્ષણ અને વિજળી જેવા અન્ય મુદ્દાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. હવે બિહારના ઉપ મુખ્યમત્રી સુશીલ મોદીએ પ્રશાંત કિશોર પર પલટવાર કર્યો છે.

સુશીલ મોદીએ કહ્યું જ્યારે નીતીશ કુમારની એનડીએમાં વાપસી થઈ તે વાત પ્રશાંત કિશોરને પસંદ નથી આવી. સુશીલ મોદીએ દાવો કર્યો છે કે પ્રશાંત કિશોર બીજી વખત આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ અને નીતીશ કુમારની મિત્રતા કરાવવા માંગતા હતા, પરંતુ જ્યારે તેઓ તેમા સફળ ન થયા તો તેમણે નાગરિકતા કાયદાનું બાનુ બનાવીને નીતીશ કુમાર પર નિશાન સાધવા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પ્રશાંત કિશોર ખુલીને સીએએ અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે પ્રશાંત કિશોર જેડીયૂમાં હતા ત્યારે તેમણે નીતીશ કુમારનું નામ લઈને કહ્યું હતું કે મુખ્યમંત્રીએ કહ્યું છે કે બિહારમાં એનઆરસી લાગૂ નહી થાય.