* 24 ફેબ્રુઆરીનો ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ
12:00 Pm: બપોરે 12 વાગે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પહોંચશે, પીએમ મોદી તેમને અમદાવાદ એરપોર્ટ પર લેવા જશે. તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે. ત્યારબાદ બન્ને પોત-પોતાની ગાડીઓમાં સાબરમતી આશ્રમ જશે. ત્યાં 20 મિનીટ વિતાવશે.
1:15 Pm: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા પહોંચશે, અહીં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ હશે.
3:30 Pm: અમેરિકન રાષ્ટ્રપતિ અને તેમની પત્ની મેલાનિયા આગરા જવા રવાના થશે.
4:30 Pm: ટ્રમ્પ આગરામાં તાજનમહેલ જોવા જશે, તેમને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ સાંજે પાંચ વાગે તાજમહેલ બતાવશે. ત્યારબાદ ટ્રમ્પ અને તેમની પત્ની સાંજે 5:30 વાગ્યા સુધી દિલ્હી આવશે.
25 ફેબ્રુઆરીનો ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ
9:00 Am- ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત થશે.
11.30 Am: નવી દિલ્હીનો હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે દ્વીપક્ષીય વાતચીત થશે. આ બધાની વચ્ચે મેલાનિયા ટ્રમ્પ દિલ્હી સરકારની સરકારી સ્કૂલની મુલાકાત લેશે, અને બાળકો સાથે મુલાકાત કરશે.
4:30 Pm: અમેરિકન રાષ્ટ્રપતિ દુતાવાસના સ્ટાફ સાથે મુલાકાત કરશે.
8:00 pm- રાત્રે આઠ વાગે રાષ્ટ્રપતિ ભવનમાં બન્ને માટે ડીનરનુ આયોજન કરવામાં આવશે.
10:00pm- રાત્રે 10 વાગે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા જર્મની જવા રવાના થઇ જશે.