પટણાઃ બિહારના સીતમાઢીની યુવતીને સાથે ભણતા યુવક સાથે શારીરિક સંબંધ હતા. જો કે પરિવારે લગ્ન કરી દેતાં તે પતિ સાથે રહેવા આવી હતી. પતિને સમજાવીને તેણે આગળ ભણવાની મંજૂરી મેળવીને પ્રેમી સાથે ફરી સંબંધો સ્થાપિત કર્યા હતા. લોકડાઉન લદાયું પછી યુવતી પોતાના પિયર જતી રહી હતી. એ પછી તે પ્રેમી સાથે ગાયબ થઈ ગઈ. પતિએ કેસ કરતાં  હાઈકોર્ટમાં જજે પીડિત પતિને કહ્યું હતું કે, બીજા સાથે ભાગી ગયેલી પત્નીને ભૂલી જાઓ અને બીજા જીવનસાથીની શોધખોળ શરૂ કરો.


બિહારના સીતામઢીના બથનાહાના એક યુવકે તેની પત્ની સામે છેતરપિંડીનો કેસ કર્યો છે. આ કેસમાં 25 વર્ષના નાગેન્દ્રકુમાર જયસ્વાલના લગ્ન 2017માં તાન્યા નામની એક યુવતી સાથે થયા હતાં. લગ્ન બાદ તાન્યા તેના પતિ સાથે સાસરી નાનપુર રહેવા ગઈ હતી. તેણે નાગેન્દ્ર સમક્ષ આગળ  અભ્યાસ શરૂ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. નાગેન્દ્રે પત્નીની ઇચ્છાને માન આપીને  દરભંગાની કાલિદાસ સૂર્ય દેવ કોલેજમાં તેનું એડમિશન અપાવ્યું હતું.

નાગેન્દ્રના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, લોકડાઉન બાદ 22 એપ્રિલે તાન્યા પોતાના સાસરે ચાલી ગઇ અને   કાકાના ઘરે રહેવા લાગી. બરાબર એક મહીના બાદ 23 મેન રોજ તેના કાકાના ઘરેથી તાન્યા અચાનક ગાયબ થઇ ગઇ હતી. ઘરના લોકોએ મોબાઇલથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ફોન સ્વિચ ઑફ આવતો હતો.

થોડા દિવસ બાદ જાણવા મળ્યું કે, તાન્યા લગ્ન પહેલાં કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેને રાજેશ કુમાર નામના યુવક સાથે સંબંધ બંધાયા હતા. કોલેજમાં અભ્યાસ શરૂ કર્યા પછી તેણે રાજેશ સાથે ફરી સંબધ સ્થાપિત કર્યા હતા.  તાન્યાને શોધવા પ્રયત્નો કરનારા તેના પતિ નાગેન્દ્રે દાવો કર્યો કે, તેની પત્ની રાજેશ કુમાર સાથે ભાગી ગઇ છે.

આ   ઘટના કોર્ટમાં પહોંચતાં ન્યાયાધિશે પીડિત પતિને અન્ય યુવક જોડે ભાગી ગઈ ગેલી પત્નિને શોધવાના બદલે નવી જીવનસાથી શોધવા સલાહ આપી છે.