નવી દિલ્હીઃ કૃષિ કાયદા સામે છેલ્લા બે મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે દિલ્હીમાં ટ્રેકટર રેલી કાઢી હતી. આ દરમિયાન અનેક જગ્યાએ પોલીસ અને ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી. પોલીસે બેકાબૂ બનેલા ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી. બેરિકેડ તોડીને ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા અને ઝંડો ફરકાવ્યો હતો.

આ દરમિયાન દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસામાં 18 પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલ પોલીસકર્મીમાં એકની હાલત નાજુક છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, ગાઝીપુર બોર્ડર પર બે પોલીસ ઓફિસર- એડિશનલ ડીસીપી ઈસ્ટ મનજીત અને પ્રોબેશનર આઈપીએસ ઓફિસર ખેડૂતો સાથેના ઘર્ષણ દરમિયાન ઘાયલ થયા હતા.



દિલ્હી પોલીસ કમિશ્નર એસએન શ્રીવાસ્તવે કહ્યું, હું પ્રદર્શન કરી રહેલા તમામ ખેડૂતોને અપીલ કરું છું કે હિંસા ન કરે, શાંતિ જાળવી રાખે અને પોતાના નક્કી કરેલા રૂટ પર પરત ફરે.

ખેડૂતોએ દિલ્હીમાં કરેલી બબાલ બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ઘરે બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ 2 કલાક સુધી ચાલી હતી અને આઈબી ડિરેક્ટર,  ગૃહ સચિવ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી અનેક સંવેદનશીલ સ્થળોએ વધારાના સુરક્ષાદળો તૈનાત કરવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓને હજી પણ હિંસાની આશંકા છે.

દિલ્હીના સરહદી વિસ્તારોમાં સીઆરપીએફની 15 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ટ્રેક્ટર કૂચ દરમિયાન થયેલી હિંસા બાદ ગૃહમંત્રાલયે આ નિર્ણય લીધો હતો.

ભાજપમાંથી અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી લડવા કયા વોર્ડમાં સૌથી વધારે ઉમેદવારોએ નોંધાવી દાવેદારી, જુઓ લિસ્ટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી માટે ભાજપમાં રાફડો ફાટયો, જાણો કયા શહેરમાં કેટલા લોકોએ નોંધાવી ઉમેદવારી

Farmers Protest: જાણો ખેડૂતોના હંગામા સાથે જોડાયેલી 5 મોટી વાતો