CDS Bipin Rawat Died: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતનું નિધન થયું છે. તમિલનાડુના કુનુરમાં એરફોર્સનું હેલિકોપ્ટપ ક્રેશ બાદ જનરલ રાવત ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની સાથે હેલિકોપ્ટરમાં પત્ની અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સહિત 14 લોકો સવાર હતા. એરફોર્સે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. એરફોર્સે કહ્યું કે 14માંથી 13 લોકોના મોત થયા છે. એકની સારવાર ચાલી રહી છે.
નોંધનીય છે કે તમિલનાડુના કુનુર આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. હાલમાં એ જાણી શકાયું નથી કે સેનાનું હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે કે કોઈ ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું.
RBI News: ફીચર ફોન રાખતાં 55 કરોડ ગ્રાહકો માટે સારા સમાચાર, હવે કરી શકાશે UPI પેમેંટ
NPCIL Recruitment 2021: ન્યૂક્લિયર પાવર કોર્પોરેશનમાં નીકળી ભરતી, 10 અને 12 પાસ કરી શકે છે અરજી
ઓમિક્રોનના ખતરા વચ્ચે ભાજપ શાસિત આ રાજ્ય જાહેર કરશે કોરોનાની નવી ગાઈડલાઈન, જાણો વિગત
Skin care:સ્કિનને હેલ્થી અને ગ્લોઇંગ બનાવવા માટે વિટામિન A છે જરૂરી, આ રીતે કરો પૂર્તિ